ગુજરાત રાજય ડીઝાસ્ટર
મેનેજમન્ટ ઓથોરોટીની રચના પુન:વસન માટે તો ખરી જ પણ તેથી પણ વિશેષ ગુજરાત રાજયને
આફતો સામે સક્ષમ બનાવવા માટે થઇ છે.
જી.એસ.ડી.એમ.એ. હવે
પુન:વસનની કામગીરી બાદ યુ.એન.ડી.પી.ના સહયોગથી આફતો સામે પૂર્વ તૈયારી માટે પોતાનું
ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ આપત્તિ જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ હાથ ધરાઇ છે.
આ કાર્યક્રમમાં
ગુજરાત રાજયના ૧૧ જીલ્લા જયાં સૌથી વધુ આફતો આવવાની શકયતા રહેલ છે. ત્યાં કામગીરી
ચાલુ થઇ છે.
આ કાર્યક્રમથી નીચલા
સ્તરેથી એટલે કે ગ્રામ્ય સ્તરથી ઉપલા સ્તર સુધી એટલે કે ગ્રામ્ય સ્તરથી ઉપલા સ્તર
સુધી એટલે કે રાજય સ્તર સુધી આયોજન થશે. જેમાં લોકોની ભાગીદારીથી આફત વ્યવસ્થાપનનું
આયોજન થશે. ૧૧ જીલ્લાના ૧૦૦ થી વધારે તાલુકાના અને ૩૦૦૦ થી વધારે ગામોને આ
કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દરેક ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને
કોમ્પ્યુટર મારફતે તાલુકા અંગેની માહિતી દ્વારા તાલુકા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન
બનાવવામાં આવશે. આ માટે દરેક ગામની માહિતી તાલુકા સ્તરે કોમ્પ્યુટર દાખલ કરવામાં
આવશે. ગુજરાત સરકારનું નેટવર્ક કે જેને ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક તરીકે
ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરવામાં આવશે.
સ્ટેટ ડીઝાસ્ટર
રીસોર્સ નેટવર્ક (એસ.ડી.આર.એન.) ના ઉપયોગથી નીચે દર્શાવેલ વિભાગો માટે રીપોર્ટ લેવા
માટે થશે.
૧.આપત્તિનો સામનો
૨.જોખમ ધરાવતાં નબળા ઘટકો
૩.આફતોનો ઇતિહાસ
૪.ઉપલબ્ધ સ્ત્રોત
૫.તાત્કાલિક સંપર્ક
ઉપર દર્શાવેલ બધા રીપોર્ટ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા કક્ષા સુધી મળી રહેશે.
આ બધા રીપોર્ટ
તાલુકા, જીલ્લા અને રાજય કક્ષાના, અધિકારીઓ જી.એસ.વેન દ્વારા જોઇ શકાશે. આ બધા
રીપોર્ટ સીડી અને ફ્લોપી ઉપર રહેશે. જેથી કરીને અગર નેટવર્ક ફેઇલ થઇ જાય તો પણ
જરૂરીયાત સમયે ઉપલબ્ધ થઇ શકે.
વિવિધ સ્ટોક હોલ્ડર્સની જરૂરીયાત એવી હોય છે કે બધી માહિતી
નકશા દ્વારા જોઇ શકે. આ માટે એસ.ડી.આર.એન. ની સાથે સંકલન કરવામાં આવ્યું છે.પ્રગતિ એવું સોફ્ટવેર છે જે બધી માહિતી નકશા અને ગાણિતીક સ્વરૂપે
દર્શાવી શકે છે.